Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર : ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયુ..!

Share

સુરતમાં આજથી ઇન સર્વિસ ડોકટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સુરત સહિત જિલ્લાના 200 ઇન સર્વિસ ડોકટરો હડતાળમાં જોડાયા હતા. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફીસ નજીક ડૉક્ટર્સ દ્વારા સરકારની નીતિ સામે દેખાવ કરવામાં આવ્યા હતા. 20 રેગ્યુલર અને 40 બોન્ડેડ ડૉક્ટર્સ હડતાળમાં જોડાયાં હતા. ન્યાયી અને વ્યાજબી રજૂઆતોનો કોઈ નિવેડો નહીં આવતા અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી હતી. હડતાળના પગલે જિલ્લા સ્તરના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર અસર જોવા મળી હતી. ડોકટરોએ 31 મે 2021 ના રોજની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અમલવારીના ન્યાયી આદેશો કરવાની માંગ કરી છે.

આજથી સમગ્ર રાજ્યમાં ઇન સર્વિસ ડોક્ટર્સની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. વારંવારની રજૂઆતો પછી પણ માંગણીઓ નહીં સંતોષાતાં ડોક્ટર્સ આક્રોશમા આવ્યા છે. રાજ્યભરમાં ૬ હજારથી વધુ ઇન સર્વિસ ડોક્ટર્સ છે. જેમા જીપીએસસી પાસ કરનારા અને બોન્ડેડ ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા હતા. સુરતના ૨૦૦ જેટલા ઇન સર્વિસ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. હડતાળથી દર્દીઓની સારવાર સંબંધિત કામગીરી પર અસર પડશે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના ૨૦ રેગ્યૂલર અને ૪૦ બોન્ડેડ મળી ૬૦ ડોક્ટરની હડતાળ પર ઉતર્યા હતા. સિવિલ ખાતે આરએમઓ ઓફિસ નજીક ઇન સર્વિસ ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

Advertisement

જયદીપ રાઠોડ , સુરત.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં જલારામ જન્મ જયંતિની ઉજવણી

ProudOfGujarat

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી. નો સપાટો : ચોરીના ગુનામાં 6 ને પાસામા ધકેલ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!