રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-૧ માં ૨૫ ટકા બેઠકો માટે અનામત આવે છે આગામી 25 મી જૂન રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે.
વાલીઓએ પાર્ટીમાં એડમિશનની પ્રક્રિયા તમામ ઓનલાઈન કરવાની રહેશે જો કોઈ મૂંઝવણ પડે તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ હેલ્પટેક્ષ સેવા શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો. અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે આથી તેને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં 25% નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આ તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જે વાલીઓ પોતાના બાળકોને એડમિશન આર.ટી મુજબ કરે છે તેવા વાલીઓને એક પણ રૂપિયો ભરવાના આવતો નથી સરકાર દ્વારા દરેક બાળકોને સ્ટેશનરી ખર્ચ માટે રૂપિયા 3 હજાર આપવામાં આવે છે આ પ્રક્રિયા 2021-22 માટે શરૂ કરી દેવાઇ છે વાલીઓ રત્રી દરમિયાન વેબસાઈટ પર જઈ પોતાના બાળકોનો ઓનલાઇન એડમિશન કરાવી શકે છે.
જયદીપ રાઠોડ : સુરત