રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે આજે સવાર સુધીમાં ૩૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે સવારથી ૧૨ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૩૮ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં પોણા ચાર ઇંચ વરસદ નોંધાયો, હતો જ્યારે ડાંગના વધઇમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાતમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ગત મોડિ રાત્રિથી વરસાદ વરસવાનું શરૂ થયું છે.
જેમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી શહેરમાં 3.5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ધીમી ધારે વરસતા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. બીજી તરફ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યાં છે. શહેરમાં મોડિ રાતથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. શહેરના અડાજણ, કતારગામ, રાંદેર, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેથી જનજીવનને પણ અસર થઈ રહી છે.
નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે. લોકોએ પાણી ભરાતા કાયમી ઉકેલની માંગ કરી રહ્યાં છે. શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતો હોવા છતાં ઝાડ પડવાના બનાવો બન્યા હોવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યાં છે. ફાયરબ્રિગેડને મોટા ઝાડ પડવાની સાથે સાથે ઝાડની ડાળીઓ પડી હોવાના કોલ પણ મળ્યા છે.
વેસુ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલની સામે આવેલા બીઆટીએસ બસ સ્ટેન્ડ નજીક ઝાડની મોટી ડાળી તૂટતા થોડા સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો. સાથે જ કેબલના વાયર પણ કપાયા હોવાના કોલ ફાયરને મળ્યાં હતાં.