સુરત વરાછાને જોડતું ગરનાળુ મેટ્રો ટ્રેનના કામકાજ માટે વગર નોટિસે બંધ કરતા ટ્રાફિક સર્જાય અને સ્થાનિક વેપારીઓમાં ધંધા ઉપર માઠી અસર પડશે. કોરોના કાળને બે વર્ષ જેટલો સમય થયો છે અને લોકડાઉન, અનલોક અને અલગ અલગ નિયમો તળે વેપારીઓની હાલત પણ દયનીય છે ત્યારે આ બધુ બંધ હતું ત્યારે અણધડ વહીવટ કરતા અધિકારીઓને ન સુજ્યું અને હવે માંડ માંડ ધંધા રોજગાર ખુલી રહ્યા છે ત્યારે જે કામ લોકડાઉન સમયગાળા દરમિયાન કરવાનુ હતુ તે જ કામ અનલોક બાદ હાથ ધરવામા આવ્યુ છે, જેથી સુરત મહનગરપાલીકાના વહીવટી તંત્રમા ચોક્ક્સપણે ગાબડુ દેખાય રહ્યુ છે.
ત્યારે આ ગરનાળાનું કામ યાદ આવ્યું અને વગર નોટિસે ઓચિંતા આજે કામકાજ ચાલુ કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. સુરત સ્ટેશન અને સુમુલ ડેરીનો મુખ્ય રસ્તો હોવાથી વરાછા ગરનાળાથી લઈને કાપોદ્રા સુધી ટ્રાફિક જામ થઈ જાયે તેવી સ્થિતિ છે ત્યારે હાલ મળતી વિગતો મુજબ અધિકારીઓને પણ ભાન થયું અને કંઈક પોતે ભૂલ કરી છે તેવો ખ્યાલ આવતા હાલ પૂરતું વરાછા ગરનાળુ ખુલ્લું મૂકી દેવાયું છે ને મેટ્રો ટ્રેનનું કામ બંધ કરાયું છે. જેથી સ્થાનિક વેપારીઓ તંત્ર વિરુધ્ધ રોષે ભરાયા હતા.
જયદીપ રાઠોડ, સુરત.