Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ પરમારનો સન્માન વિદાય સમારંભ યોજાયો.

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ પરમાર સાહેબને વર્ગ-૨ માં તિલકવાડા, જીલ્લો નર્મદા ખાતે બઢતી મળતાં લસકાણા પ્રાથમિક શાળા ખાતે સન્માન વિદાય સમારંભ સરકારની કોરોના ગાઈડલાઇન મુજબ અને સંપૂર્ણ SOP ના પાલન સાથે યોજવામાં આવ્યો. જેમાં કામરેજ તાલુકાના તમામ મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. મુકેશભાઈ સાખીયા દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી.ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવોનું શબ્દ પુષ્પથી સ્વાગત કર્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તાલુકા સંઘના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સિરાજભાઈ મુલતાનીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પરમાર સાહેબના ફરજના આ સમયગાળા દરમિયાન થયેલ શિક્ષકોની કામગીરીને બિરદાવી. પરમાર સાહેબના સરળ સ્વભાવને અને સંકલન કરી કામગીરી કરવાના તેઓના અભિગમને બિરદાવ્યો તેઓએ તેમની ફરજના આ સમયગાળાને કામરેજ માટે સુવર્ણકાળ ગણાવ્યો. ત્યારબાદ કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા પરમાર સાહેબને સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને હોદેદારો દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું.કામરેજ તાલુકા એસએસએ પરિવાર દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રજ્ઞાબેન પટેલ ઇન્ચાર્જ બીટ નિરીક્ષક કામરેજ, કાન્તીભાઈ પટેલ કેન્દ્ર શિક્ષક, ઓરણા, ગોવિંદભાઇ પટેલ મંત્રી સહકારી મંડળી અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર કમલેશભાઇ પરમારે પોતાના ઉદબોધનમાં સાહેબ સાથેના પોતાના સંસ્મરણો વાગોળયા.

Advertisement

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલે પરમાર સાહેબને બઢતી મળતા ખુશી વ્યક્ત કરી પણ કામરેજ તાલુકામાંથી વિદાય થતા દુઃખ વ્યક્ત કર્યું. તેઓએ સાહેબના ઉમદા સ્વભાવને વખાણ્યો અને કામરેજ તાલુકાના શિક્ષકો માટે કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે આભાર માન્યો. તથા સાહેબ હજી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી. અંતમાં વિદાય લેતા પરમાર સાહેબે પોતાના પ્રવચનમાં સન્માન કાર્યક્રમ યોજવા બદલ કામરેજ તાલુકા સંઘનો આભાર માન્યો. કામરેજ તાલુકાની ફરજ દરમિયાનના પોતાના સંસ્મરણો વાગોળયા. આ પ્રસંગે હોદ્દેદારઓ ભરતસિંહ મોરી, રીના રોઝલીન, દિનેશ સોલંકી, મહેશ હિરપરા, સાગર ચૌહાણ, કાશીરામ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ આહીર મુખ્ય શિક્ષક લસકાણા અને તેમના સ્ટાફ પરિવારે સુંદર સગવડો પૂરી પાડી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ કાનજીભાઈ વેકરિયા અને પુષ્કરભાઈ પાંડવે કર્યું.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

फरहान अख्तर ने सई रा नरसिम्हा रेड्डी के सह-कलाकार और दिग्गज अभिनेता अमिताभ बच्चन एवं चिरंजीवी के बीच एक विशेष पैनल की मेजबानी की!

ProudOfGujarat

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાલેજની તેજસ્વી વિદ્યાર્થીની સન્માનિત પામી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ProudOfGujarat

રાજપારડીમાં નાની બાળકીએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!