Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા વિસ્તારમાં સીલિંગનાં પોપડાં પડતા 8 મહિનાની માસૂમ બાળકીના મોત બાદ રહેવાસીઓએ તંત્ર વિરુધ્ધ હોબાળો મચાવ્યો : બાળકીની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો …જાણો વધુ..!

Share

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પાલિકાના સરસ્વતી આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડ્યાં 8 મહિનાની માસૂમ બાળકીનું મોત થયું છે.જ્યારે માતાપિતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરસ્વતી આવાસના લોકો એ જ્યાં સુધી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં કરવામાં નહિ આવે ત્યાં સુધી બાળકી ની લાસ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા ને ઇજા પહોંચી છે જ્યારે 8 મહિના ની બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ છે.7 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં આખું આવાસ દોડી આવ્યુ હતું. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.જોકે આવાસ માં પોપડાં પડતાં હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરિંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનીએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

Advertisement

જયદીપ રાઠોડ,સુરત.


Share

Related posts

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતાં.

ProudOfGujarat

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ શરુ…

ProudOfGujarat

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!