સુરતઃ વિશ્વમાં સૌ-પ્રથમ વખત બ્લાઈન્ડ કપલ માટે પ્રિ-વેડિંગ વીડિયો બનાવનાર સુરતના આશિષ તાજને 3 મિનિટના પ્રિ-વેડિંગ વીડિયો માટે 6 એવોર્ડ મળ્યા છે. મજાની વાત એ છે કે, ફાઈનલ સ્પર્ધામાં અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના વેડિંગ વીડિયો પણ નોમિનેશનમાં હતાં. જેને હરાવીને બ્લાઇન્ડ કપલ માટે બનેલો મેરેજ વીડિયો પ્રથમ આવ્યો હતો. યુએસમાં રહેતા પારસ અને ચાંદની પટેલ 100 ટકા બ્લાઈન્ડ છે અને એમના લગ્ન જાન્યુઆરી મહિનામાં થયા હતાં. તાજ મહેલમાં ખાસ પરમિશન સાથે શૂટિંગ કરીને પ્રિ-વેડિંગ વીડિયો બનાવવામાં આવ્યો હતો. જયપુર ખાતે યોજાયેલા સ્પોટ લાઈટ એવોર્ડ સેરેમનીમાં સમગ્ર ભારતના 500 ફોટોગ્રાફરને હરાવી આશિષ તાજને બેસ્ટ વીડિયો ગ્રાફી, બેસ્ટ ફોટોગ્રાફી, બેસ્ટ ઓડિયો વિઝ્યુલ, વેડિંગ ઓફ ધી યર અને પ્રિ-વેડિંગ ઓફ ધી યર સ્પોટ લાઈટ એવોર્ડ મળ્યો છે.
વીડિયોના ઇનોવેશનને કારણે અવોર્ડ મળ્યો
સામાન્ય માણસના લગ્ન હોય તો એ ફોટોગ્રાફ જોઈ શકે છે. પરંતુ આ કપલ બ્લાઈન્ડ હોવાથી તે જોઈ શકતું નથી. આલ્બમને ફીલ કરી શકે એ માટે ખાસ વિશ્વમાં પહેલી વખત બ્રેઈલ લિપી આલ્બમ તૈયાર કરવામાં આવ્યો હતો. આલ્બમ માટે કપલની વિવિધ મુવમેન્ટમાં 30 ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતાં. ફોટોની ડાબી સાઈડની જગ્યામાં બ્રેઈલ લીપીથી ફોટોગ્રાફની ડિટેઈલ લખવામાં આવી હતી. આ પ્રકારના આલ્બમને બનાવવા માટેયુ. એસની કંપનીને કામ સોંપવામાં આવ્યુ હતું.
એક પણ રિટેક વગર મેરેજ વીડિયો બન્યો
ચાંદની પટેલ અને પારસ પટેલના વીડિયો શૂટિંગ માટે ચાંદની અને પારસને પ્રેક્ટિસ કરાવવામાં આવ્યુ હતું. તેમને હાથ કેવી રીતે આગળ લાવવો છે.ω કેટલાં ડગલાં ભરવાના છે.ω હાથ કેટલો ઊંચો કરવાનો છે અને કેવી રીતે એક્સપ્રેશન આપવાના છે જેવી તમામ બાબતોની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.ત્યાર બાદ એનું શુટિંગ કરવામાં આવતું હતું. ચાંદની અને પારસ બ્લાઈન્ડ હોવા છતાં એક પણ રિટેક પડ્યો નહોતો અને નિયત કરેલા સમયમાં જ ફિલ્મનું કામ પતી ગયુ હતું.
ગુજરાતના ફોટોગ્રાફરને પ્રથમ વાર SL એવોર્ડ
આશિષ તાજ કહે છે કે, ગુજરાતના ફોટોગ્રાફરને સ્પોટલાઇટ દ્વારા આપવામાં આવતો એવોર્ડ પ્રથમ વખત મળી રહ્યા છે. અમારી સાથે કોમ્પિટીશનમાં અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના વેડિંગ વીડિયો મેકર્સે પણ એન્ટ્રી મોકલી હતી. એ વીડિયો પણ ફાઇનલમાં હતાં. તેમ છતાં ઇનોવેશનને કારણે આખરે અમે જ વિજેતા બન્યા. થોડા સમય પહેલાં જયપુર ખાતે યોજાયેલા સ્પોટ લાઈટ એવોર્ડ સેરેમનીમાં આશિષ તાજને બેસ્ટ વીડિયો ગ્રાફી, બેસ્ટ ફોટોગ્રાફી, બેસ્ટ ઓડિયો વિઝ્યુલ, વેડિંગ ઓફ ધી યર અને પ્રિ-વેડિંગ ઓફ ધી યર સ્પોટ લાઈટ એવોર્ડ મળ્યો છે..સૌજન્ય DB