Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં પાલિકાના આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડયાં : 8 મહિનાની બાળકીનું મોત.

Share

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ ઘવાયાં હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ 1 વર્ષીય માસૂમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. 7-8 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે. પાંડેસરામાં સરસ્વતી આવાસમાં છતનું પોપડું પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સિયા પ્રદીપ ખાંડે નામની બાળકીનું મોત થયું છે. બાળકીની લાશ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ પરિવાર નહીં સ્વીકારે. સરસ્વતી આવાસ જર્જરિત થયો છે એને રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે.

પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે. પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી.

Advertisement

Share

Related posts

નેત્રંગ : અંડર – 19 ની શાળાકીય યોજાયેલી એથ્લેન્ટીક સ્પર્ધામાં થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓ ઝળકી.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ચાલતી ટ્રાફિક નિયમનની કામગીરીના પગલે નાના ધંધાર્થીઓ અટવાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!