યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગને વૈશ્વિક સ્વિકૃતિ મળી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ અને ગર્વમેન્ટ મેડિકલ કોલેજના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૧ મી જુનના રોજ વિશ્વ યોગ દિન નિમિત્તે સવારે ૯.૦૦ વાગે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરના ઓડિટોરીયમ ખાતે ટી.બી. રોગમાંથી સ્વસ્થ થયેલા વ્યકિતઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ૨૧ દિવસ સુધી દર્દીઓને યોગની ટ્રેનીંગ શ્રીપમિર શાહ દ્વારા આપવામાં આવશે. યોગની ટ્રેનિંગ આપ્યા પહેલા અને પછી ફેફસાની ક્ષમતા ( પલ્મોનરી ફંકશન) ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના ડોક્ટર દ્વારા માપવામાં આવશે. આ વેળાએ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આયોજન સીવીલ ખાતે ડીન ડો.ઋતંભરા મહેતા તબીબી અધિક્ષક ડો. રાગિણી વર્મા, ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામાં અને જિલ્લા ટીબી અધિકારી ( DTO ) ડો.દિનેશ વસાવાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. આ શિબિરથી ટીબીના દર્દીઓમાં યોગા માટેની જાગૃતતા આવે અને નિયમિત પણે જો આ દર્દીઓ યોગ કરશે તો તેમના ફેફસાનાની કાર્યાક્ષમતામાં વધારો થશે તેમ ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, આવી શિબિરો સમગ્ર ગુજરાતમાં રાજ્ય ટીબી અધિકારી (STO) ડૉ. સતીશ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને મેડિકલ કોલેજમાં કરવામાં આવનાર છે.
વિનોદ મૈસુરિયા