સુરત ધીમે ધીમે ઉડતા પંજાબ બની રહ્યું છે કારણે છેલ્લા એક મહિના સુરત પોલીસે ડ્રગ્સ માફિયા અને ડ્રગસનું સેવન કરનારાઓને ધરપકડ કરીને કાર્યવાહી કરી રહી છે તેવા વધુ એક આરોપી ડ્રગ્સ સાથે મહિધરપુરા પોલીસે પકડી પાડયો છે. આરોપી આમીન ખાન સાહિર ખાન પઠાણ છે જેઓ સુરતના ભાથે વિસ્તરમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી છે.
જોકે આ પકડાયેલ આરોપી મુંબઇમાં રીક્ષા ચલાવનાર વ્યક્તિ પાસે ડ્રગ્સ લઈને સુરત આવ્યો હતો તે દરમિયાન મહિધરપુરને બાતમી મળતા પોલીસે આરોપી પર વોચ ગોઠવી હતી ત્યારે આરોપી આમીન સુરત બસ સ્ટેશન પાસેથી પસાર થતા પોલીસે દબોચી લીધો હતો તપાસ કરતા તેની પાસે રહેલ પાકીટમાંથી 15.58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી કડકાઇથી પૂછપરછ કરતા આરોપી પોતે ડ્રગ્સનો ઉપયોગ કરતો હોવાનું તપાસમાં જણાવ્યું છે પણ હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવે તો અનેક ખુલાસાઓ થાય તો નવાઈ નહિ. ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવે તો નવાઈ નહિ.
જયદીપ રાઠોડ : સુરત