છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં તેજી આવી રહી છે જેને કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોમે કોરોના જેવી મહામારીમાં ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે ત્યારે પેટ્રોલના ભાવમાં થતા વધારે કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. પરતું ભાવ વધારાને કારણે દૂધના વ્યવસાય પર પણ માઠી અસર કરી છે. સુરત શહેરની સુમુલ ડેરી પર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે મોંધવારીની અસર વર્તાઇ હતી.
મળતી માહીતી મુજબ સુમુલ ડેરીએ દૂધના છૂટક વેચાણના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં વધારો 18 મહિના પહેલા ડિસેમ્બર 2019 માં કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે 20 જૂનથી પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલએ તેની પાછળનું કારણ જણાવ્યું હતું કે મોંધવારીના સમયગાળામાં ટ્રાન્સપોરટેશન મોંધુ થતા અને સાથે દૂધ એકત્રીકરણ તેમજ પેકેજીંગ મોંઘુ થતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની અન્ય પ્રસિદ્ધ ડેરી અમૂલએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુરત શહેરનાં 65 લાખથી વધુ લોકોને ભાવ વધારાની માઠી અસર પહોંચી હતી. જેમાં સુરત શહેરમાં પ્રતિદિન 15 લીટર કરતા પણ વધુ દૂધનું વેચાણ થઇ રહ્યું છે.
જયદીપ રાઠોડ, સુરત.