ગઈકાલના રોજથી સુરત શહેરમાં મેઘરાજાનું પૂર જોરમાં આગમન થયું હતું. ગઈકાલના રોજ સુરત શહેરમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો જેને કારણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોર્ડમાં આવ્યું હતું. જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા માટે વિયર કમ કોઝવેના બે દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
ચોમાસુ શરૂ થઇ ગયું છે તેણે પગલે સુરત મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે. ગંદા પાણીના નિકાલ માટે વિયર કમ કોઝવેના બે દરવાજા ખુલ્લા મુકવાની ફરજ પડી હતી. કતારગામ અડાજણ અને વરાછાને જોડતા આ બ્રિજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી અટકી રહેલું પાણીનું વહન થઇ જાય. છેલ્લા કેટલાય સમયથી સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ખરાબ આવતું હોવાની સુરત નગરપાલિકાને ફરિયાદો મળી હતી જેથી તાપી નદીમાં ભેગું થતું ગંદકીવાળું પાણી ખાલી કરવામાં આવે તે માટે પાણી વહન માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
જયદીપ રાઠોડ, સુરત.