સૌજન્ય-D B _સંજય મોવલિયા સાથે વાતચિત કરતા કહ્યુ હતું કે,‘નવરાત્રી સુધીમાં ગોપી તળાવમાં થીએટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ થિયેટરમાં 4 સ્ક્રીન હશે. ગોપી તળાવની અંદર જ થીએટર બનતું હોવાથી સુરતીઓને એક જ જગ્યાએ આનંદ પ્રમોદ મળી રહેશે. વર્ષ 2019 સુધીમાં થીએટર બની જશે.’
ડાન્સિંગ ફુવારા, જોય ટ્રેન શરૂ કરવામાં આવશે
ગોપી તળાવમાં હાલ ડાન્સિંગ ફુવારાનું કામ ચાલી રહ્યું છે. આ ફુવારા દુબઈ થીમ પર બનાવવામાં આવશે. આ સાથે ડાન્સિંગ ફુવારામાં રંગીન લાઈટ અને મ્યુઝિક પણ સેટ કરવામાં આવશે. આ ફુવારા દિવાળી સુધીમાં સુરતીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. સુરતીઓ આ ડાન્સિંગ ફુવારાનો આનંદ વિના મૂલ્યે માણી શકશે. થોડા સમય પછી બાળકો માટેની ટ્રેન શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવશે.
થીમ પ્રમાણે 30 હજાર વૃક્ષો રોપાયા
ગોપી તળાવમાં ગાર્ડનિંગ પર વિશેષ કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ ગોપી તળાવમાં 30 હજાર છોડ ઉગાડવામાં આવ્યા છે. આ 30 હજાર છોડ સાથે તળાવમાં સવા લાખ જેટલા ઝાડ છે. જેમાં વ્હેલ, હાથી અને મોર જેવા આકારનાં વૃક્ષોનું ગાર્ડનિંગ કરવામાં આવશે.
બોટિંગ, ઝીપ રાઇડ શરૂ કરવામાં આવી
હાલ ગોપી તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ચટપટી વાનગીઓ માટે અલગ અલગ ફુટ કોર્ટ શરૂ કરવામાં આવ્યા છે. તળાવની ઉપરથી સુરતીઓ ઝીપ લાઈનનો આનંદ માણી શકે તે માટે આ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી સેવા ટુંક સમયમાં શરુ કરાશે.