Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ધોધમાર 3 ઈંચ વરસાદ : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી.

Share

સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી છ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા. ઠેર ઠેર માત્ર એક જ વરસાદમાં રસ્તાઓ ઉપર મસ મોટા ભૂવા પડી ગયા હતા.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતમાં 3 અને ચોર્યાસી તાલુકામાં 5 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Advertisement

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં નવા ચાર પોઝિટિવ કેસ આવતા ફફડાટ.

ProudOfGujarat

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!