સુરત જેવી મોટી સિટીમાં અકસ્માતની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે તે જ રીતે ડભોલી વિસ્તારમાં બી.આર.ટી.એસ. રોડ પર એક કારચાલાકે પોતાની ગાડીનું કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર પર ધુસાડી દીધી હતી. નિશાન કંપનીની ટેરેનો કારને અકસ્માત નડ્યો હોવાથી કારચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
ઘટના અનુસાર ડભોલી બી. આર. ટી. એસ. રોડ સાંજના સમયગાળા દરમિયાન ખુબ ટ્રાફિક સર્જાયો હતો જેને પગલે એક ટેરોન કાર ચલાકે રોંગ સાઈડ પર આવી રહેલા બાઇક ચાલકને બચાવવા જતાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ જતા ટ્રાફિક વધુ જામ થઇ ગયો હતો અને લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં બોનેટ ભાગને નુકશાન થયું હોવાને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને કોઈને જાનહાની પહોંચી ન હતી. પરંતુ કારને ઘણું નુકશાન પહોંચ્યું હતું.
જયદીપ રાઠોડ : સુરત
Advertisement