Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાએ કોરોના કાળમાં ખર્ચેલા નાણાંમાં રૂ. 82.28 કરોડનો ખર્ચ લોજીસ્ટીક પાછળ કરાયો.

Share

કોરોના કાળમાં પાલિકાએ ખર્ચેલા નાણાંમાં સૌથી વધુ ખર્ચ લોજીસ્ટીક પાછળ રૂા. 82.28 કરોડનો કરવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અંદાજે ટેસ્ટિંગ માટે 250 ડોમ, કલસ્ટર અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને ઘરની બહાર નીકળવા માટે જે તે સોસાયટીઓ બહાર બાંધવામાં આવેલા બામ્બુ ઉપરાંત રસ્તાઓ પરના બેરિકેટિંગ, કન્ટેઇન્મેન્ટ, વેક્સિન માટેના મંડપ, હોસ્પિટલમાં લાવવામાં આવેલા નવા બેડ સહિતની સામગ્રી પાછળ 82 કરોડ ખર્ચાયા હોવાનું પાલિકાના અધિકારી સુત્રોનું કહેવું છે.

આ નાણાં કોન્ટ્રાકટરને ચૂકવવા માટે રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉધનામાં સૌથી ઓછા 10056 કેસ પણ અહીં સૌથી વધુ 9 કરોડ ખર્ચાયા, જ્યારે રાંદેરમાં 20 હજાર કેસ પણ તેની સામે ખર્ચો 68 લાખનો થયો છે. બીજી તરફ, હાલમાં કોરોનાના કેસ ઘટી ગયા છે છતાં પણ 250માંથી 50 જેટલા ટેસ્ટિંગ ડોમ ચાલુ રાખવામાં આવ્યા છે. આ ડોમમાં હેલ્થ સ્ટાફ કે ટેસ્ટ કરવા માટેનો સ્ટાફ પણ હોતો નથી, દિવસ દરમિયાન ડોમ ખાલી રહે છે છતાં તેનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.

દવા કરતા પણ વધુ ખર્ચ લોજિસ્ટીક ખર્ચ પાછળ બતાવવામાં આવ્યો છે. આ અંગે એક ડેપ્યુટી કમિશનરે નામ નહીં આપવાની શરતે કહ્યું કે, કોઈ પણ કાર્યક્રમ કે આ પ્રકારે જયારે લોજીસ્ટીક હેડ હેઠળ ખર્ચ લખવામાં આવે ત્યારે તેની સામે પ્રશ્નો ઉભા થતાં નથી. કેમ કે,આ ખર્ચને આનુસંગિક ખર્ચ તરીકે લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના ઓડિટમાં તેની કવેરી ઉભી થતી નથી .

Advertisement

કોરોના કાળમાં પહેલી લહેરમાં કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી લહેરમાં ખર્ચાયેલા 200 કરોડથી વધુના બીલ હજી ચુકવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. જોકે પાલિકાએ આ નાણાં માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ માંગી છે. એક કોન્ટ્રાક્ટરે કહ્યું કે, ભોજનનું 20 લાખ રૂપિયાનું બીલ હજુ પાલિકાએ અમને ચૂકવ્યું નથી. તમામ બીલો અમે આપી દીધા છે.

કોરોના કાળની શરૂઆત બાદથી હાલ સુધીમાં મંડપ, બેરિકેડ જેવી મુવેબલ વસ્તુઓ પાછળ થયેલાં ખર્ચને લોજીસ્ટિક કોલમમાં ઉમેરીને ગ્રાન્ટ માટે રજૂ કરાઇ છે. હાલ સુધીમાં આ પેટે 82.28 કરોડ ઉપરાંતનો ખર્ચ થઇ ચૂક્યો છે. ગૌરવ ચૌહાણ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, પાલિકાઝોન સ્તરે જરૂરીયાત મુજબ અલગ અલગ કન્ટેઇન્ટમેન્ટ ઝોન અને માઈક્રો ક્લસ્ટર એરિયામાં બેરીકેટિંગ કરાયું હતું. તેવી જ રીતે કોવિડ ટેસ્ટિંગ સેન્ટર તથા વેક્સિન સેન્ટર માટે પણ મંડપ બનાવાયા હતાં. તે તમામ લોજીસ્ટિક ખર્ચ લોક સુવિધા માટે જ કર્યો હતો. આ ખર્ચ ઘટાડવા ઘણા પ્રયાસ હતાં, પતરાં ભાડે લેવાના બદલે વેચાતા લીધાં છતાં કોઈ ઝોનમાં વધુ મંડપ અને બેરીકેટિંગના લીધે ખર્ચ વધ્યો હોય શકે.

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

કડકિયા કોલેજમાં આદી કવિ નરસિંહ મહેતા ઉપર વ્યાખ્યાન યોજાયું

ProudOfGujarat

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

ProudOfGujarat

વડોદરામાં પાર્ક કરેલ કાર ભડકે બળી, ફાયરના લાશકરોએ આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!