Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ યોજાયો.

Share

આહિર સમાજ મહિલા ગ્રુપ-સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ નું આયોજન વોર્ડ નંબર ૧૫ ના કોર્પોરેટર મનિષાબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમા આહિર સમાજની સાથે અન્ય સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જેમાં મહિલાઓ કઈ રીતે પગભર બની શકે પોતાનો વ્યવસાય ઘરેથી સંભાળી શકે અને આવકનો સ્ત્રોત પ્રાપ્ત કરી શકે તેમજ સાથે સાથે બીઝનેસ વુમન તરીકે આગળ વધી શકે એમને પ્લેટફોર્મ મળે એ માટે વિસ્તૃત માહિતી startup સેલના consultant તુષ્ણાબેન યાજ્ઞિક દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલાઓને ગુજરાત સરકાર તરફથી આપવામા આવતી નાણાકીય સહાયો અને યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પિન્ક પિન્યોરના સુનીતાબેન નંદવાની સહિત ગ્રુપની બહેનો પણ જોડાઇ હતી. આહીર સમાજ મહિલા ગૃપ-સુરત તા.૧૬-૦૬-૨૦૨૧ ના રોજ અર્ચના વિધા સંકુલમાં સેમીનાર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનોને બિઝનેસ સ્ટાર્ટઅપ, બિઝનેસ આઈડિયા, રિસર્ચ અને ફંડિગ વિશેની માહિતી આપવામાં આવી હતી. આહીર સમાજની બહેનો પણ બીજા સમાજની બહેનોની જેમ પગભર બને સમાજમાં તે પણ પોતાનું આગવુ સ્થાન ધરાવે એવી નગરસેવક તરીકે મારી પણ લાગણી છે જેથી આપણે સહુ સાથે મળીને આ સપનાઓને સાકાર કરીએ. આ કાર્યક્રમમાં બિઝનેસ કે ગૃહ ઉધોગને લગતી માહિતી જેવી કે ધંધાની શરૂઆત, મુડી રોકાણ, માર્કેટીંગ, વેચાણ, પ્રોડક્ટ, ઈનકમ અને સબસીડી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

જયદીપ રાઠોડ : સુરત

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી – ખાંસી – તાવનાં કેસમાં વધારો…

ProudOfGujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી એલ.સી.બી છોટાઉદેપુર..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોગ કોચ કામિનાબા દ્વારા ચાલતી યોગ ટ્રેનરની તાલીમ… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!