થોડા જ મહિનાઓ અગાઉ માંડવી તાલુકાના સઠવાવ ગામેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયેલ કાકરાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકના ખેડૂતો મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.માંગરોળ તાલુકામાં ઉનાળા દરમિયાન સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હતી.જળાશયોમાં પાણીનાં સ્તર ખૂબ ઉંડે જતા રહેતા હતા.
માંગરોળ તાલુકાના અનેક ગામોમાં લોકો પાણી માટે વલખાં મારતા હતા પરંતુ આ યોજનાનું પાણી અનેક નાની મોટી ખાડીઓમાં છોડાતા હવે જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવતાં પીવાનાં પાણીની સમસ્યા પણ દૂર થઈ છે.આ યોજનાનું પાણી થકી તાલુકાનાં અનેક ગામડાઓનો ચિતાર બદલાઈને ધરા લીલીછમ જોવા મળી રહી છે.કૃષિક્ષેત્રે પણ પાણી વરદાનરૂપ સાબિત થયું છે.આ વિસ્તારનાં ખેડૂતો હવે ઉનાળામાં પણ ખેતી કરી રહ્યા છે.ઉનાળા દરમિયાન જે સિંચાઇ માટેની તકલીફો ભોગવી રહ્યા હતા એ નથી રહી.ખરેખર આ યોજના થકી મળેલ પાણી ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે.
આ વિસ્તારનાં લોકોનાં જણાવી રહ્યા કે, આ વર્ષે પીવાનાં પાણીની તકલીફ પડી નથી.કુવા અને ટ્યૂબવેલમાં પાણીનું સ્તર ઉપર આવ્યું છે.લોકો રાજ્ય સરકાર અને આ વિસ્તારનાં ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાનો આભાર માની રહ્યા છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
વાંકલ: કાકરાપાર-ગોડધા-વડ સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું.
Advertisement