પત્રકાર ઈસુદાન ગઢવી બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી (આપ) માં જોડાયા છે. ત્યારે આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરતમાં પ્રવેશતાની સાથે જ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જેમાં હાજર રહેલા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા માસ્ક વગર નજરે પડ્યા હતા. જેના કારણે ઈટાલીયાને માસ્ક પહેરવા માટે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો ચાલ્યો હતો.
ઈસુદાન ગઢવી તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે ઘણા કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા માસ્ક વિના જોવા મળ્યા હતા. આપ દ્વારા આ તમામનું સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ઈટાલીયાએ માસ્ક ન પહેર્યું હાવોના કારણે કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.
જયદીપ રાઠોડ : સુરત
Advertisement