Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનવતાની મહેક : સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ : જૈન સમાજે અંગદાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું.

Share

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. તા.11 જુનના રોજ દિનેશભાઈને રાત્રે 8:30 કલાકે એકાએક બ્લડ પ્રેશરવધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થતા તેમને તાત્કાલિક નવસારીમાં ડી.એન.મહેતા પારસી હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઇ ગયું હોવાનું નિદાન થયું હતું.
ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી.જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. સોમવાર તા.૧૪ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન, ન્યુરોફીજીશીયન ડૉ.પરેશ ઝાંઝમેરા, નેફ્રોલોજીસ્ટ ડૉ ધનેશ વૈધ, અને એનેસ્થેટીસ્ટ ડૉ નિયતિ દવેએ દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યાં.

ડૉ.વિકાસબેન દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન દિનેશભાઈના બનેવી રશ્મીનકુમારની સાથે રહી દિનેશભાઈના પત્ની જયાબેન, સાળા હિતેશભાઈ અને મહેશભાઈ, સાઢુભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ, બનેવી રમેશભાઈ અને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ IC માં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓએ જણાવ્યું કે મારા પતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જયારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે, ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. ડૉ.વિકાસબેન દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન દિનેશભાઈના બનેવી રશ્મીનકુમારની સાથે રહી દિનેશભાઈના પત્ની જયાબેન, સાળા હિતેશભાઈ અને મહેશભાઈ, સાઢુભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ, બનેવી રમેશભાઈ અને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ IC માં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓએ જણાવ્યું કે મારા પતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જયારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે, ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

જયદીપ રાઠોડ, સુરત

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ-પુરસા રોડ નવી નગરી ખાતેથી અગ્નિશસ્ત્રો સાથે બે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં લઈ ફ્રુટ-શાકભાજીનાં વેપારીઓ બજારથી દુર ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!