Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પીપલોદ અને ડુમસ રોડ પર પોલીસના અભદ્ર વ્યવહારથી ભાજપની મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ.

Share

કોરોના કાળમાં ગરીબ અને જાત મહેનત કરનારા સામાન્ય લોકો સાથે પોલીસના અવ્યવહારીક વર્તન બાબતે ભાજપમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપની મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને પત્ર લખી ગરીબો સાથે સન્માનપૂર્વક વર્તન કરવા વિનંતી કરી છે.

વોર્ડ નં. 22 વેસુ-ભટાર-ડુમસના ભાજપના કોર્પોરેટર કૈલાશબેન સોલંકીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કે, પ્રોપર ડુમસ અને ડુમસ રોડ તથા પીપલોદ વિસ્તારમાં પોલીસ લારી ગલ્લાવાળાઓને રંજાડી રહી છે. અનેકવાર આ વિસ્તારના કોર્પોરેટર તરફથી પોલીસને વિનંતી કરવા છતાં પોલીસ લારી તેમજ સામાન તોડી નાખે છે. બહેનો સાથે અપશબ્દોનો પ્રયોગ કરાય છે, તેમના વિરુદ્ધ કેસ કરાય છે. કોરોનાના કપરા સમયમાંથી સુરત માંડ ઉગરી રહ્યું છે. કોઈએ પોતાનો પતિ ખોયો તો કોઈએે અન્ય સ્વજન ગુમાવ્યા છે. કોઈકના ઘરના હપ્તા ભરાયા નથી તો કોઈકે પોતાની પૂંજી ખોઈ છે. કોઈક ઘરેણાં વેચીને ઘર ચલાવી રહ્યું છે. રોજ માંડ 500 થી 1000 રૂપિયાનો ધંધો કરનારા આ પરિવારમાં ઘણાના મોભી પણ નથી.

Advertisement

સરકારની ગાઇડલાઇનનું પાલન કરી સ્વમાનથી બે પૈસાની હવે કમાણી કરતા થયા છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓનું અભદ્ર-અશોભનીય અને ઓરમાયું વર્તન પોલીસ વિભાગને કલંકિત કરનારૂં છે. આ લોકો કોઈ ક્રિમિનલ નથી કે જેમની સાથે તોછડાઈથી વર્તન કરાય. જેથી આ મામલે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

જયદિપ રાઠોડ, સુરત


Share

Related posts

સુરતના કોટ વિસ્તારમાં પરંપરાગત રીતે બળિયા બાપજીની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!