Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય સર્જાતા લોકોને હાલાકી.

Share

ચોમાસા અગાઉ પ્રિ મોન્સૂન કામગીરી ન થઈ હોવાથી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. પુણા વિસ્તારમાં લોકો પોતાની ફરિયાદ વારંવાર આપી રહ્યા હોવા છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી. અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી ઝાપટાથી જ રસ્તા ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. જેને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજ લક્ષ્મી સોસાયટી તરફના રસ્તા ઉપર વરસાદી ઝાપટાના કારણે પાણીનો ભરાવો રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે, અત્યારે આ પ્રકારની સ્થિતિ ઉભી થઇ રહી છે, તો ચોમાસામાં સ્થિતિ કેટલી વર્ગ વકરી શકે છે. તેને લઈને અત્યારથી જ સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે. વિશેષ કરીને નાના બાળકો અને વડીલોમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ નોંધનીય રીતે વધી જાય છે.

રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા એક રહિશે કહ્યું કે, જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે.જો અમને પ્રાથમિક સુવિધામા સૌથી પ્રથમ રસ્તાઓ આ પ્રકારના મળતા હોય તો અમે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ.હંસાબેનએ કહ્યું કે, રસ્તા ઉપર ચાલવું પણ દુષ્કર બની જાય છે. વડીલોને ઘરની બહાર નીકળતા મુશ્કેલી થઈ રહી છે. નાના બાળકો પણ રસ્તા ઉપર રમતા હોય ત્યારે પાણીના ખાબોચિયાની આસપાસ રમતી વખતે મચ્છર કરડી જવાથી બીમાર પડી રહ્યા છે. કોઈ નેતા કે અધિકારી અમારી રજૂઆતોને ગંભીરતાથી લઇ રહ્યું નથી. મચ્છરોના ત્રાસના કારણે લોકો અત્યારથી જ કોર્પોરેશનની કામગીરીને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

જયદીપ રાઠોડ, સુરત

Advertisement

Share

Related posts

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે ૪૫ વર્ષથી વધુની વયનાં ૧૮૭૦ નાગરિકોએ કોવિડ-૧૯ ની રસી લીધી હતી.

ProudOfGujarat

રાજપીપળા : વડાપ્રધાનનાં કાર્યક્રમ પૂર્વે બી.ટી.પી. નાં કાર્યકરોની પોલીસે કરી અટકાયત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!