સુરતમાં કોરોનાને કારણે નિરાધાર બનેલા પરિવારોની અમેરિકામાં રહેતા એનઆરઆઈ મદદે આવ્યા છે. અમેરિકાથી 8 લાખની સહાય મોકલવામાં આવી છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થિકની સહાય અર્પણ કરવામાં આવી હતી. લોક સમર્પણ બ્લડ બેંકના હોલમાં યોજાયેલા સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં 150 પરિવારોને કુલ રૂપિયા 8 લાખની સહાય વિતરણ થઈ હતી.
કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારો – ખાસ કરી બહેનો અને બાળકોને મદદરૂપ થવા અમેરિકાથી સમાજના ટ્રસ્ટી પ્રવીણભાઇ પાનસુરિયાના પ્રયાસથી 140 ડોલરની સહાય મોકલવામાં આવી છે. લાયન્સ કલબ ઓફ કેપેલ, કૈલાસ, અમેરિકા તરફથી પર ડોલર, પ્રવીણભાઈ પાનસુરિયા પરિવાર તરફથી 20092 તથા પ્રવીણભાઈ ગઢિયા તરફથી 200 ડોલર આમ કુલ રૂા. 8 લાખની સહાય મળી છે.
લાયન્સ ક્લબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી આ સહાય લાભાથીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. લાયન્સ ક્લબ ઓફ રાંદેર- અડાજણના પ્રેસિડેન્ટ રાજગાભાઇ નાકરાણી, સંજયભાઈ ગાંધી, ત્યંતભાઇ ચોકસી તથા પ્રદકુમનભાઈ જોષીના હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને દરેકને રૂપિયા 10000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજેશભાઇ નાકરાણીએ પ્રવીણભાઈ પાનસુરિયાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેઓ માતૃભૂમિને ભૂલ્યા નથી. પ્રથમ વેવમાં પણ તેમણે અમેરિકાથી રૂપિયા 10 લાખની સહાય ગંગાસ્વરૂપ બહેનો માટે મોકલી હતી. કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારો અકલ્પનીય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો પરિવાર નિરાધાર થયા છે.
નિરાધાર બનેલાં બહેનો અને બાળકોને ટેકા અને હૂંફની જરૂર છે. આવા પરિવારો અને ચહેરા પર સ્મિત લાવવા માટે કાનજીભાઈ બાલાળાએ લોકોને જાહેરમાં અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-પિતા બન્ને ગુમાવ્યાં છે તેવાં બાળકો નાનાં છે, તેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાયાં છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની ઓફિસે 100 વિધવા બહેનોની મદદ માટે અરજી આવી છે. બાળકોને પણ મદદ માટે વિનંતી કરી છે. ત્યારે હવે માનવતાના કાર્ય હવે કરવાનાં બાકી છે. દાતાઓ તરફથી સહાય મળશે તો એ લાભાર્થીનો સુધી પહોંચાડવામાં આવશે. સંસ્થાના મંત્રી અરવિંદભાઈ પરુક તથા ટ્રસ્ટીઓ આ માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. લોક સમર્પણ બેંકના પ્રમુખ હરિભાઇ કથીરિયા, વરાછા બેંકના પ્રમુખ જ્ઞાન માઈ નવાપરા, સમાજના સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, મનજી વાઘાણી, દેવચંદભાઇ કાકડિયા, ભીખુભાઇ ટીંબડિયા તથા દિલીપભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજુ વધુ પરિવારોને વર્તમાન સમયે ટેકો આપવા પ્રયાસ કરવા સંકલ્પ કરાયો હતો.