Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના ઝુઝારું મહિલા નેતા : સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું કોરોનામાં મોત નિપજ્યું.

Share

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વધુ એક રાજકીય પક્ષના આગેવાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરીને કોરોના થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હોવાનું જાણવા મળેલ છે.

સુરત જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન મહિલા કોંગ્રેસ અગ્રણીનું મોત નિપજ્યું છે. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓની તબિયત વધુ ખરાબ થતા તેમનું મોત નીપજ્યું હતું. બારડોલી તાલુકાનાં મઢી બેડી ફળિયામાં રહેતા મીનાબેન ચૌધરી ગત ટર્મમાં સુરાલી બેઠક પરના જિલ્લા પંચાયત સભ્ય પણ હતા. તેમના નિધનથી જિલ્લા કોંગ્રેસમાં ઘેરો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત


Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

ProudOfGujarat

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ: 4 લોકોના મોત, 11 ઘાયલ…

ProudOfGujarat

ડાકોરમાં રણછોડરાયજી મંદિરની બહાર રસ્તામાં કાદવ કીચડના સામ્રાજ્યથી દર્શનાર્થીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!