કોરોના મહામારીની બીજી લહેરે ઘણા લોકો ભોગ લીધો હતો જેમાં લોકોને કોરોનાથી ઘણો ભય લગતો હતો. છેલ્લા 3 મહિનામાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. જેમાં મૃત્યુ આંકમાં વધારો થયો હતો. હાલ છેલ્લા 1 મહિનાથી કોરોના સંક્રમણમાં ઘટાડો થય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇન અંતર્ગત બધું અનલૉક કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરમાં પણ હવે વેપાર ધંધાની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે. સુરત એરપોર્ટ પર પણ હવે મુસાફરોની અવરજ્વર વધી રહી છે. સુરતમાં આવતા મુસાફરોને સરકાર દ્વારા બહાર પડેલી ગાઇડલાઇન મુજબ આરીપીસીઆર ની ચકાસણી બાદ જ એરપોર્ટની અંદર અને મુસાફરી કરવા માટે પ્રવેશ મળી શકશે. જેથી કોઈ વ્યક્તિને કોરોના હોય તો તેનું સંક્રમણ ઓછું ફેલાય.
મળતી માહીતી મુજબ સોમવારે સુરત એરપોર્ટ પર લગભગ 552 મુસાફર સુરતથી રવાના થયા તેની સામે 478 મુસાફર પરત આવ્યા હતા. જેમાં એક જ દિવસમાં સૌથી વધુ 1030 મુસાફરો કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ નોંધાયા હતા. લોકો હવે કોરોનાના ભયને ભૂલીને પોતાના કામે લાગ્યા હોવાથી મુસાફરીની અવર જ્વર વધી છે. જોકે હાલમાં પણ સુરત એરપોર્ટ પર ગણતરીની જ ફલાઇટો હોય છે છતાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો.
જયદીપ રાઠોડ, સુરત