હિમાચલ પ્રદેશના કસોલથી 23 લાખથી વધુના 4 કિલો ચરસના જથ્થા સાથે મહિલા સહિત 3 ઝડપાયા હતા. જેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી સુરત કમિશનર દ્વારા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસે હિમાચલ પ્રદેશના અત્યંત અંતરિયાળ પહાડી પ્રદેશમાં રહેતા ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.
એસ.ઓ.જી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતી હતી. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે 75 કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
કસોલમાં દેશ-વિદેશથી આવતા યુવાનો ચરસનું સેવન કરતા નજરે પડે છે જ્યાં મોટી માત્રામાં ચરસની ખપત થતી હોવાની ચર્ચા છે.ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની BBA સુધીનો અભ્યાસ કર્યો છે. મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવે છે. તેમજ અન્ય એક મહિલા નિકિતા ઝડપાય છે, જે સિવાન હાઇટ્સ મોટા વરાછા ખાતે રહે છે. જે પોતે ફેશન ડિઝાઈનર છે. અન્ય એક આરોપી ડ્રાઈવર અતુલ પાટીલ ઝડપાયો છે. વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે રહે છે.જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે.
જેમા આરોપી 1) નોલરામ ઠાકુર,2) લાલારામ જયચંદ,3) ટેકરામ બહાદુરને ઝડપી લેવાયા હતાં. જેમાં નોરા રામ ઠાકોરને હિમાચલ પ્રદેશથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઇ સુરત લાવવામાં આવ્યો છે. તેમજ અન્ય ઝડપાયેલા બે આરોપી અગાઉ પણ NDPC ગુના નોંધાઈ ચૂક્યો છે. જે નાસતા ફરતા હતા. તેમને સુરત લાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને મળી સફળતા : મહિલા સહિત ત્રણની ધરપકડ..
Advertisement