Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

Share

માંગરોળ તાલુકાનાં વડ ગામે બસ સ્ટેશન સામેની ખુલ્લી જગ્યામાં સરકારી તંત્રની પરવાનગી વિના સરઘસ અને જાદુનો ખેલ બતાવી લોકોનું ટોળું ભેગું કરી માસ્ક અને સામજિક અંતરના નિયમનો ભંગ કરનારા ત્રણ જાદુગર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્યના નાસિક નજીકના દિંદોરીના વતની ગફુર ગુલામ સૈયદ, જાવિદ ગફુર સૈયદ અને ઉસ્માન ગફુર સૈયદ સહિત પિતા પુત્રો ગુજરાતના ગામડે ગામડે ફરી સરઘસ અને જાદુનો ખેલ બતાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.છેલ્લા કેટલાંક દિવસોથી તેઓ માંગરોળ તાલુકાના ઊંડાણના ગામોમાં રાત્રિ દરમિયાન જાદુના ખેલો બતાવી લોકોને મનોરંજન કરાવી રોજી રોટી કમાતા હતા.ગતરાત્રીના રોજ આ ત્રણેય ઈસમો કોઈપણ પરવાનગી લીધા વગર વડ ગામે બસસ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં લોકોનું ટોળું ભેગું કરી સરઘસ અને જાદુનો ખેલ બતાવી રહ્યા હતા.જેમાં સામાજિક અંતર જળવાતું ન હતું ઉપરાંત સરઘસ દરમિયાન ખેલ બતાવતી વખતે જાદુગરોએ માસ્ક પહેર્યું ન હતું જેથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો તે દરમિયાન માંગરોળ પોલીસ વડ ગામે પહોંચી ત્રણેયની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : બોગસ કંપનીઓ ઊભી કરી ઇન્સ્ટન્ટ લોનના નામે 2.64 લાખ આપી 7.29 લાખ વસૂલ્યા, કૌભાંડના માસ્ટર માઇન્ડની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ શહેર માં મેઘરાજા ની પ્રથમ ઇનિંગ માંજ લોકો ની સમસ્યાઓમાં વધારો થયો છે..નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તેઓનીને પડતી સમસ્યાઓ અંગે ની રજુઆત કરી હતી……..

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકાની અધુરી કામગીરીને લઇને ટ્રક ખાડામાં ફસાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!