કોરોના મહામારીના કેસમા જેમ જેમ ઘટાડો થવા લાગ્યો છે તેમ તેમ ચોરી લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના કાળમાં બેકાર બનેલા લોકો જાણે ગેર માર્ગે દોરાઈ રહ્યા તેમ તેમ જણાઈ રહ્યું છે પહેલા પુરુષો દ્વારા ચોરી કરવામાં આવતી હતી, હવે તો મહિલાઓની ચોરી માટેની ગેંગ બની રહી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવો જ એક બનાવ બન્યો સરથાણા વિસ્તારમાં આવેલા જવેલર્સની દુકાનમાં મહિલાઓની ટોળકી ભર દિવસે ચોરી કરી રહી હતી જેને આજરોજ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર, સુરત વિસ્તારમાં બે દિવસ અગાવ આ ગેંગએ એક જવેલર્સમાં સેલ્સ ગર્લની નજર ચૂકવી અને લાખો રૂપિયાની સોનાની ચેનની ચોરી કરી હતી. જેની જાણ જવેલર્સના માલિકને થતા માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે ગેંગની મહિલા ખાસ મહારાષ્ટ્રના પુણાથી ગુજરાતમાં ચોરી કરવા આવતી હતી. ચોર મહિલા પાસેથી પોલીસે અન્ય સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ કબ્જે કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ ગેંગની વધુ પૂછપરછમાં અન્ય વધુ ગુના ઉકેલાય તેવી શકયતા દેખાઈ રહી હતી.