ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રીસતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તથા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યમાં તેમજ કેન્દ્ર મા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને આંદોલન પણ કરેલ છે જેના પરિણામ સ્વરૂપે કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં નવી પેન્શન યોજના ચાલે છે જે બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા રજૂઆત કરવામાં આવે ઉપરાંત હાલમાં કેન્દ્રમાં સીપીએફ (CPF) કર્મચારી માટે 10 % ટકા કપાત સામે કેન્દ્ર સરકાર 14% જમા કરે છે જ્યારે ગુજરાતમાં 10 %ટકા કપાત સામે 10% ટકા જમા કરવામાં આવે છે ગુજરાતમાં 10 ટકાથી વધારી 14% ટકા કરવામાં આવે એવો પરિપત્ર કરવા રજૂઆત કરવામાં આવી છે ઉપરાંત સાતમા પગાર પંચ અન્વયે ઘરભાડું મેડિકલ અન્ય ભથ્થા 2016 થી 5 વર્ષ થઇ ગયા છતાજાહેર કરવામાં આવેલ નથી તો આ ભઠ્ઠા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે એમ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લેખિત રજૂઆત કરેલ છે એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ અખબારી યાદીમાં જણાવેલ છે
વાંકલ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
Advertisement