સુરત પૂર્વ વિધાનસભા આયોજીત પેટ્રોલ, ડીઝલ અને ગેસ ના અસહ્ય અને બેકાબુ થયેલાં ભાવવધારા ના વિરોધ માં જે આજ રોજ તારીખ ૧૨-૦૬-૨૦૨૧ ના રોજ રૃષબ્ પેટ્રોલપંપ ની બાજુમાં રીંગરોડ પર વિરોધ પ્રદર્શિત કરવાનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું તેમાં ખૂબ જ મોટી સંખ્યા માં કોંગ્રેસી જનો હાજર રહી સૂત્રોચાર કર્યો ત્યાર પછી સલાબતપુરા પોલીસે અટકાયત કરી હતી.
જેમાં ૧૫૯ પૂર્વ વિધાનસભાના ઇન્ચાર્જ અશોકભાઈ કોરડાવાલા , આસિફભાઈ પટેલ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ખજાનચી શફીભાઈ જરીવાલા, સુરત શહેર મહિલાપ્રમુખ છાયાબેન ઠાકુર, માજી ધારાસભ્ય મનીષભાઈ ગીલીટવાલા ,માજી કોર્પરેટરો અસદભાઈ કલ્યાણી , શૈલેષભાઈ રાયકા, નીતિનભાઈ ભરૂચા, લાલખાન પઠાણ અને ઐયુબભાઈ પટેલ, મુસ્તાકભાઈ કાનુગા, નિરવ રાણા, સલીમ પઠાણ , હુનૈફ શેખ , માજીદ પટેલ , કાદરભાઈ સેલોટ, કીશન રાઠોડ,અઝહર શેખ વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.