કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે.પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિત તેલ અને રાંધણગેસના સતત વધતા ભાવોથી લોકો ચિંતામાં છે.એક તરફ કોરોના મહામારીમાં લોકડાઉનમાં લોકો પાસે ધંધો-રોજગાર નથી અને બેકારીમાં સપડાઈ ગયા છે.યુવાનો પાસે રોજગારી નથી બેકારી વધતી ગઈ છે. જીડીપીનો દરનો ગ્રાફ નીચો થઈ ગયો છે. મોંઘવારીએ માઝા મૂકી છે.તેલ-ગેસ,પેટ્રોલ-ડીઝલ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. તો આ કેન્દ્ર રાજ્યસરકાર લોકહિતના ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે માંગરોળ કોંગ્રેસ સમિતિ એક પ્રતિક ધરણા કરી ભાવવધારાનો વિરોધ કર્યો હતો.માંગરોળ તાલુકાના માજીપંચાયત મંત્રી રમણચૌધરી,રૂપસિંગ ગામીત, મોહન કટારીયા,બાબુ ચૌધરી, પ્રકાશ ગામીત,ગૌરાંગ ચૌધરી,કનુ ચૌધરી,વિગેરે કાર્યકરો ને માંગરોળ પોલીસ સ્ટેશનના પોલિસસબ ઇન્સ્પેકટર પરેશ નાયી એ તમામને ડિટેન કરી વાંકલ આરામગૃહ ખાતે છોડી મુકવામાં આવ્યા હતા.માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેકટરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વાંકલ : માંગરોળ કોંગ્રેસસમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસ-તેલના ભાવવધારા લઈને વિરોધ પ્રદર્શન…!
Advertisement