Proud of Gujarat
Uncategorized

વાંકલ : ઉમરપાડા પોલીસે ગફલતભરી રીતે વાહન હંકારનાર શખ્સની અટકાયત કરી

Share

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી અને વાહન ચેકિંગ કરી રહી હતી તે વખતે ઉમરપાડા થી કેવડી જતા રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી બાઈક(નં.જીજે-૧૯-એઆર-૬૦૧૪)ના બાઈકસવાર શખ્સને ઊભો રાખી તેનું નામ પુછતા પોતાનું નામ પ્રવીણભાઈ ગુરજીભાઈ વસાવા (ઉ.વ.૨૦) રહે.વંદન ફળિયું,ગામ મોટીબેડવાણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેના પાસે બાઈક ચલાવવાનાં લાઇસન્સની માંગણી કરતા તેને લાઇસન્સ નહિ હોવાનું જણાવતા વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લોકોના જીવ જોખમાય એ રીતે વાહન ચલાવવા બદલ તેની અટકાયત કરી હતી અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઉલ્લાસ અને ઉમંગોના પર્વ મકારસંક્રાતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં

ProudOfGujarat

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!