જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યા સામે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર જિલ્લાફેર બદલીથી અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવવા માટે અરજી કરનાર ઉચ્ચ પ્રાથમિકશિક્ષકો ધોરણ 6થી 8 ભાષા,ગણિત, વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન વિષયની જગ્યા ભરવાપાત્ર થાય. અહીં સુરત જિલ્લામાં આવવા માટે (ધોરણ 6 થી 8) ઉચ્ચ પ્રાથમિક જિલ્લાફેર અંગેની અરજી કરનાર ઉમેદવારોને આગામી તારીખ14/6/21 સોમવારના રોજ સવારે 10:00 લસકાણા પ્રાથમિકશાળા તાલુકો કામરેજજીલ્લો,સુરતખાતે હાજર રાખવા પાત્ર ઉમેદવારોની યાદી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરીને ઇમેલ દ્વારા મોકલવામાં આવેલ છે. તેમજ અત્રેની કચેરીએથી આર. પી.એ.ડી.થી પણ જાણ કરવામાં આવેલ છે. જે બાબતે આવનાર શિક્ષકે જે તે જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીને કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.હાજર ન રહેનાર શિક્ષકની અરજી આપો આપ રદ થશે.બદલીમાં હાજર રહેનાર ઉમેદવારે પોતાની નોકરી અંગેના જરૂરીકાગળો,અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક.આર.દરજી તેમજ સુરત જિલ્લાસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એક અખબારીયાદીમાં જણાવેલ છે.
વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.
Advertisement