સુરત શહેર પોલીસે સદર કાળા બજારીયા ઈસમો ઉપર વોચ રાખી પકડી પાડવાની કામગીરી હાથ ધરેલ છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોની હકીકત મેળવવા અને રેઓને પકડી પાડવા વર્ક આઉટ દરમિયાન તા.01/05/21 ના રોજ આરોપી જયદેવસિંહ વેલુભા ઝાલાની ધરપકડ કરી હતી તેના ઘરમાંથી ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનો કુલ 8 નંગ કિંમત રૂ.38,400/- તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 10000/- મળીને કુલ 48,400/- ના મુદ્દામાલ સાથે તેને પકડી પાડીને તેની સામે અમુક કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ કરતા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનો નંગ 112 જેની કિંમત રૂ.5,37,600/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ગુન્હામાં ડુપ્લીકેટ રેમડેસીવીર બનાવનાર આરોપીઓ (1) કૌશલ મહેન્દ્રભાઈ વોરા રહે, અડાજણ સુરત (2) પુનિતભાઈ ગુણવંતલાલ શાહ રહે, મીરાં રોડ થાણેની મોરબી પોલીસના કબ્જામાં હતા અણે બન્ને ટ્રાન્ફર વોરંટથી સુરત લાવી આજરોજ અટક કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ કરતા આરોપી પુનિત ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનોનો સમાન જેવી કે ખાલી બોટલો, બોટલીપ, સ્ટીકરો તથા અંદરનો પાઉડર અન્ય સમજ મુંબઈથી સુરત કૌશલને મોકલાવતો હતો અને કૌશલ રેમડેસીવીર બનાવતો હતો. જેમાં જાણવા મળ્યું કે ડુપ્લીકેટ રેમડેસીવીરમાં ગ્લુકોઝનું પાઉડર તથા સોડિયમ ક્લોરાઈડનું મિશ્રણ કરવામાં આવતું હતું. અત્યાર સુધી આરોપીઓએ કુલ 10,093/- જેટલાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્કજેશનો બનાવેલ હતા અને તેનો વેપલો ચલાવતા હતા. જેથીસુરત શહેર ક્રાઇમ બ્રાન્ચએ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.