Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

Share

શહેરના સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રે તિજોરીમાંથી રૂપિયા સહિત 4.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ 20 જેટલા લોકો સાથે આ જ રીતે લગ્ન કરી પોતાના શિકાર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સરથાણા પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછામાં પણ બે દિવસ અગાઉ આ જ રીતનો લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

સરથાણામાં શ્યામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. છ મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યારબાદ તે લગ્ન કરશે. આ અંગે યુવકે પણ તૈયારી બતાવતા ગત 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. આ પછી બંને સારી રીતે રહેવા લાગ્યા હતા અને તેમનો સંસાર પણ સારી રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન 7 એપ્રિલે યુવકની ફોઈની દીકરીનું મામેરુ હોય યુવકના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા.

Advertisement

ગત 25 માર્ચે રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. સવારે યુવકે પત્નીને ન જોતા તેણે પત્નીની તપાસ હાથ ધરી હતી. તેનો ફોન પણ બંધ હતો. આ પછી યુવકને જાણ થઈ હતી કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા.

આમ, યુવકને પોતે છેતરાયો હોવાનું જણાતા તાત્કાલિક સરથાણા પોલીસ મથકે આ લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ આપતા સરથાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી.


Share

Related posts

નાંદોદ તાલુકાનાં ટીંબી ગામનાં પાટીયા પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો.

ProudOfGujarat

પાલેજ નજીક રેલવે ફાટકના બેરિયર સાથે કોઈ અજાણ્યું વાહન અથડાતા ઓવરહેડ કેબલ બ્રેક થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા : પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓ માસ્ક વગર દેખાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!