મેપોલીસ મહાનિરીક્ષક સા., સુરત વિભાગ, સુરતના રાજકુમાર પાંડીયન સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ સુરત ગ્રામ્ય સુરતના ઉષા રાડા સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સુરત વિભાગ સુરત ચંદ્રરાજસિંહ જાડેજા સહેબ નાઓના માર્ગદર્શન મુજબ તા.૩૧/૦૫/૨૦૨૧ ના રોજ મોજે નાની નરોલી ગામે એક પરપ્રાંતિય ઇસમને બંધક બનાવી રાખેલ છે જે બાબતે અસરકારક તપાસ કરવા સુચના આપેલ હોય.
જે આપેલ સુચના મુજબ તા.૩૧/૦૫/૨૦૨૧ રોજ પો.સ.ઇ. પી.એચ.નાયી સા. તથા નાની નરોલી બીટના ઇન્ચાર્જ અ.હેડ કોન્સ હેમંતભાઇ બાવાભાઇ બ.નં ૫૮૨ તથા અ.પો.કોન્સ અ.પો.કોન્સ અમ્રુતભાઇ ધનજીભાઇ બ.નં ૦૩૪૬ નાઓ સાથે મોજે નાની નરોલી ગામે રહેતા સોહેલભાઇ ઉર્ફે જર્મન સબ્બીરભાઇ જાડા નાઓને જર્મનફાર્મ હાઉસમા જઇ તપાસ કરતા એક પરપ્રાંતિય ઇસમ મળી આવેલ જેનું નામઠામ પુછતા તેણે પોતાનુ નામ વિનોદભાઇ રઘુનાથભાઇ દેવરા ઉ.વ.૨૮ ધંધો મજુરી હાલ રહે.રૂમ નં-પ જર્મનફાર્મ હાઉસ મઇન રોડ નાની નરોલી તા.માંગરોલ જી.સુરત મુળ રહે.નયાપાટના પો.સ્ટ ભારંગ થાના ભારંગ તા.ખોલદા જી.કટક (ઓરીસ્સા) મો.નંબર ૯૦૫૪૪૧૪૧૩૫ નો હોવાનુ જણાવેલ અને તેની પુછપરછ કરતા જણાવેલ કે હુ સને ૨૦૦૬ ના વર્ષમાં મારા વતન નયાપાટના પો.સ્ટ ભારંગ થાના ભારંગ તા.ખોલદા જી.કટક (ઓરીસ્સા) ખાતેથી મારા ધરે કોઇને પણ કાંઇ કહ્યા વગર ઘરેથી ભાગીને મુંબઇ ખાતે આવેલ અને મુંબઇ ખાતે મજુરી કામ કરી સને ૨૦૧૨ મા સુરત જીલ્લાના માંગરોલ તાલુકાના પીપોદરા પાલોદ મોટા બોરસરા GIDCમા આવેલ નાની મોટી કંપનીમા હેલ્પર તરીકે કામ કરતો હતો અને ત્યાથી સને ૨૦૧૬ ના વર્ષમા નસા કરવાની આદતના લીધે હુ નસો કરી આમ તેમ ભટકતો રહેતો હતો અને એક દીવસ વધારે નસાના કારણે હું નરોલીગામની સીમમાં આવેલ GIPC કંપનીના ગેટ નજીક આવેલ ખુલ્લી પાણીની ગટરમા પડેલ હતો તે દરમ્યાન મને નાની નરોલી ગામમાં રહેતા સોહેલભાઇ સબ્બીરભાઇ જાડા નાઓએ મને ત્યાથી લઇ જઇ મારી સારવાર કરાવી મને સારૂ થઇ જતા અમારા વતનમા જવા બાબતે કહેતા મેં તેમને જણાવેલ કે મારે મારા વતનમા જવુ ન હોય મે તેમની પાસે કોઇ કામ ધંધો માંગતા તેમણે મને તેમના જર્મન કાર વોસ સર્વિસ સ્ટેશનમા ગાડીઓ ધોવાની મજુરી કામે રાખેલ અને ત્યાર થી હુ તેમના જર્મન કાર વોસ સર્વિસ સ્ટેશનમા ગાડીઓ ધોવાની મજુરી કામ કરતો આવેલ અને આ સોહેલભાઇ સબ્બીરભાઇ જાડા નાઓના ફાર્મ હાઉસના રૂમ નં-૫ નાની નરોલી ખાતે જ રહેવા આપેલ મને આ સોહેલભાઇ જાડા નાઓએ મને બંધક તરીકે રાખેલ નથી કે મારી સાથે કોઇ ખરાબ વર્તન કરેલ નથી કે મે મારા મોબાઇલ ફોન ઉપરથી મારા વતનમા રહેતા મારી માતા વઇદેવી દેવરા તથા મારા સગા સંબધી સાથે છેલ્લા ત્રણેક મહીનાથી વાત ચીત કરતો આવેલ છુ અને મે મારા માતા તેમજ સગા સંબંધીઓને જણાવેલ કે હુ હાલમા નાનીનરોલી તા.માંગરોલ જી.સુરત ખાતે રહેતા સોહેલભાઇ જાડા નાઓ ના ત્યા રહેતો હોવાની હકીકત જણાવેલ અને મને અમારા વતનમા બોલવતા હોય જેથી મને પોલીસની મદદ થી સોહેલભાઇ ઉર્ફે જર્મન જાડા નાઓએ મારા તથા મારા પરીવારના સભ્યોના પહેરવાના નવા કપડા તેમજ નવો મોબાઇલ ફોન તેમજ જરૂરીયાત મુજબના પૈસા આપી તેના વતનમા જવા સારૂ ટ્રેનની ટીકીટ બુક કરાવી આપી તા.૦૩/૦૫/૨૦૨૧ નારોજ સુરત રેલ્વે સ્ટેશનથી પૂરી એક્ષપ્રેસમા વિનોદભાઇ રઘુનાથભાઇ દેવરા ઉ.વ.૨૮ ને બેસાડી વતનમા જવા સારૂ રવાના કરેલ છે. સદર કામગીરી પો.સ.ઇ.પી.એચ.નાયી સાહેબ તથા અ.હેડ,કોન્સ હેમંતભાઇ બાવાભાઇ બ.નં ૫૮૨ તથા અ.પો.કોન્સ અપો.કોન્સ અમુતભાઇ ધનજીભાઇ બ.નં ૦૩૪૬ નાઓએ કરેલ છે.
મૌજે નાની નરોલી ગામેથી પરપ્રાંતિય ઇસમને તેના માદર વતનમાં મોકલતી માંગરોલ પોલીસ.
Advertisement