વાંકલ –જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણી માં મોહન સિંહ ખેર ના નેતૃત્વ માં ટીમ માંગરોલ ના પ્રાથમિક શિક્ષકો એ માસ્ટર ટ્રેનર, રિસિવીંગ , ડીસ્પેચીંગ સીલિંગ માં જે શિક્ષકો એ કામગીરી કરી હતી તેઓનું મહેનતાણું (ભથ્થું )ટીમ લીડર મોહનસિંહ ખેર દ્વારા (સ્વૈચ્છીક ) કોવિડ કેર માટે આપવા વિચાર મુકતા તમામ સભ્યો એ આ વિચાર સહર્ષ સ્વીકારી દરેકે પોતાનું ભથ્થું આપી દેવા સહમત થયા હતા આ મહેનતાણું 50000(પચાસ હાજર ) માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ને જમા કરાવેલ હતું આમ માંગરોલ તાલુકામાં શિક્ષકો વતી ઉમદા ઉદાહરણ રજુ કરેલ હતું,અને સમાજ સેવા એજ પ્રભુ સેવા ની પંક્તિ સાબિત કરી હતી ગણપતસિંહ વસાવા સાહેબે પણ આ ટીમ માંગરોલ ઉમદા પ્રયાસ ને સરાહી (પ્રશંસા )કરી હતી અને આભાર માનેલ હતો મોહનસિંહ ખેર સાથે મહામંત્રી બાબુભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, અસ્વીનસિંહ વાંસીયા, રાજેન્દ્ર સિંહ ચૌહાણ, અજીતસિંહ પુનાડા, મનહરભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા
સુરત :ચૂંટણી દરમિયાન કામગીરી કરનાર ટીમ માંગરોલના શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેર માટે મંત્રી ગણપતસિંહ વસાવાને જમા કરાવ્યું
Advertisement