સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણમાં સતત વધારો થતાં સરકારની વખતો વખતની માર્ગદર્શિકા મુજબ તકેદારીના ભાગરૂપે શહેર-જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ આધિકારિક હુકમ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવી હતી. પરંતુ હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રિત થઈ રહી હોવાથી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને વાવાઝોડાની રાહત કામગીરીને ધ્યાને લેતાં નાગરિકોને જનસેવા કેન્દ્રો, ઈ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કેન્દ્રો પર સેવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને ધ્યાને લઈને શહેર-જિલ્લાના તમામ જન સેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અરજદારો તથા મુલાકાતીઓએ આ કેન્દ્રો ખાતે ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને કોવિડની સત્તાવાર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે એમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ. ડી. વસાવાની યાદીમાં જણાવાયું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ