દમણથી દારૂ હેરાફેરી કરતા સુરતનું એક દંપતી ખેરગામના પાણીખડકથી પોલીસના હાથે દારૂ સાથે ઝડપાઇ ગયું હતું. કારમાં બે નંબર પેલ્ટ રાખી પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કરનારું આ દંપતી કોઈને ગંધ નહિ આવે એ માટે બાટલીમાંથી ખાલી કરીને પોટલીમાં ભરી દારૂ લાવતું હતું. પોલીસે 2,93,400 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. કોરોના કાળમાં પણ બુટલેગરોને જપ નથી.
દારૂનો વ્યવસાય કરનારા બુટલેગરો પણ પોલીસથી બચવા અવનવા કિમ્યા અજમાવતા હોય છે. દમણથી દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો હવે બેફામ બન્યા છે. સુરતના ભેસ્તાન ખાતે રહેતું દંપતી દારૂ લેવા દમણ ગયું હતું ત્યારે દમણથી દારૂ ભરીને એક સફેદ કલરની સેરવોલેટ કંપનીની બીટ GJ.O5.CP.6635 નંબરની કારમાં બિન્દાસ્ત ખેર ગામના પાણીખડક પાસેથી પસાર થતી વેળાએ ખેરગામ પોલીસે કારને રોકી હતી. દરમ્યાન કારની તપાસ કરતા કારમાંથી બે અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી. કારમાં વધુ તપાસ કરતા પોટલીમાં કુલ નંગ.૧૮૮ જેની કિંમત ૧,૪૨,૪૦૦ થતા કારની કિંમત ૧,૫૦,૦૦૦ સાથે ૧ મોબાઈલ ૧૦૦૦ મળી કુલ ૨,૯૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સુરતના ભેસ્તાન સફારી કોમ્પ્લેક્ષ એસ.એમ.સી આવાસ બિલ્ડીંગમાં રહેતા અશોકભાઈ દિલીપભાઈ જોશી અને તેમના પત્ની રેખાબેન દિલીપભાઈ જોશીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સાથે કારમાંથી DD.03.H.5370 નંબર પેલ્ટ મળી આવી હતી. નવાઈની વાત તો એ છે કે આ દંપતી દારૂની બાટલીમાં લાવવાના બદલે પ્લાસ્ટિકની પોટલીમાં દારૂ ભરીને લઈ આવતું હતું જેથી કોઈને શંકા ન જાય. આ બનાવમાં ખેરગામ પોલીસે દંપતીના વિરુદ્ધ ગુનો નોંધી બે ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ખેરગામના મહિલા પીએસઆઇ એસ.એસ.માલે હાથ ધરી હતી.
કાર્તિક બાવીશી