તાપી પોલીસ માત્ર દંડ નહી પણ મદદે પણ આવે છે તેનું ઉતમ ઉદાહરણ છે, તાપી જિલ્લા પોલીસ સિનિયર સિટીઝનની દેખભાળ માટે પોલીસ વિભાગ દ્વારા બનાવામાં આવેલું સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ તાપી પોલીસ દ્વારા વ્યારા નગરમાં લોકોમાં કોરોના જાગૃતિ આવે તે માટે કોરોનાના નિયમોની સમજણ આપી રસીકરણ માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આમ તો ચાર રસ્તા પર ઊભેલી પોલીસને જોઇને સામાન્ય લોકોને એમજ હોય છે કે પોલીસ કોરોના નિયમો કે ટ્રાફિક નિયમો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરશે જ પરંતુ વ્યારાના નગર જાણીને પોલીસની કઈક નવુ જ રૂપ જોવા મળ્યું. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સિનિયર સિટીઝનની દેખભાળ માટે બનાવામાં આવેલા સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ વ્યારા ખાતે પોલીસ દ્વારા કોરોના નિયમોનું પાલન અને કોરોનાથી બચવા રસીકરણ માટેની જાગૃતિ લોકોને સમજણ આપી હતી અને સાથે સાથે પોલીસે માસ્ક ના પહેરનારા લોકોને અને જરૂરિયાતમંદોને માસ્ક વિતરણ કર્યું હતું. ઘડીક તો પોલીસ દ્વારા કરાયેલા કામને જોઈને અચંબામાં પડી ગયા હતા. જોકે પોલીસ દ્વારા કરાયેલા કામની લોકોએ પ્રશંસા કરી હતી.
વાતચીતમાં ડીવાઈએસપી એસ.કે.રાયએ જણાવ્યું કે સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ ગીચ વિસ્તારમાં કપડાના માસ્ક આપવામાં આવ્યા હતા તેમજ જીવન જરૂરીયાત અનાજ, દવા આપવામાં આવી હતી એકલા જીવન જીવતા હોઈ તેની પણ દેખરેખ પોલીસ કરે છે કોરોના પોઝીટીવ સિનિયર સિટિઝન હોઈ તેની સેવામાં પણ પોલીસ કરે છે.