સુરત જિલ્લાના કઠોર ગામે આવેલ કઠોર ઈસ્લામ જિમખાના ગ્રાઉન્ડ ઉપર મહંમદબડ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કઠોર ગામની જ ચાર ટીમોએ K.P.L. કઠોર પ્રીમિયર લીગ તરીકે ભાગ લીધો હતો. ચાર દિવસ સુધી આ મેચ યોજાઇ હતી. અંતિમ દિવસે ફાઇનલ મેચ સ્પાર્ટન ઇલેવન અને એ.એફ.સી ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં એ.એફ.સી. ઇલેવનના ૨૦ ઓવરમાં ૧૫૪ રન કરેલ હતા. તેની સામે સ્પાર્ટન ઇલેવન એ માત્ર 17.4 ઓવરમાં 156 રન બનાવી ભવ્ય જીત મેળવી હતી.
આમ, સ્પાર્ટન ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. જીમખાનાના પ્રમુખ યુસુફભાઈ ઇશાક, શબ્બી ઢલેચ, ઈમ્તિયાઝ બેલીમ તરફથી રોકડ પુરસ્કાર, ટ્રોફી અને મેડલ આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. જ્યારે સમગ્ર મેચનું સંચાલન સુલેમાનભાઈ ડોબાએ કરેલ હતું. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ બંનેને ટ્રોફી પણ આપવામાં આવેલ હતી. મેન ઓફ ધ સીરીઝ મહમદભાઇ ઢલેચ, મેન ઓફ ધ મેચ સાજીદ બંધાણી, અમ્પાયર, સ્કોર કોમેન્ટેટરને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા એમ આયોજકોએ જણાવેલ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ