સુરતમાં ગઇકાલે 200 કી.મી. ની ઝડપથી પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં તહસ-મહસ થઈ ગયું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનાં કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
વાવાઝોડા બાદ સુરત ફાયર શાખાની ટીમ દ્વારા સતત શહેરોમાં વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ-અલગ ઝોનમાં ફાયર શાખા દ્વારા વાવાઝોડાને કારણે ધરાશાયી થયેલા રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી છેલ્લા 24 કલાકથી અવિરત ચાલુ હોય સુરતમાં ફાયરશાખાના જવાનો દ્વારા સતત વૃક્ષો હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અહીં નોંધનીય છે કે વાવાઝોડા સુરતમાં વધુ પડતી તીવ્રતાથી આવ્યું હતું. લગભગ 200 કી.મી ની ઝડપથી પવન ફૂંકાયો હતો અને અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો સાહિની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
Advertisement