સુરતમાં તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150 થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં કલાકોની જહેમત બાદ સફળ થઈ હતી.કાપોદ્રા વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર વરતાઈ હતી સાથે સાઉથ ઝોન વિસ્તારમાં ઝાડ પડતા લોકોમાં હાલાકી સર્જાઈ હતી. ઉધનામાં કૈલાસ નગરમા 60 ફૂટનો રોડ છે જયા અચાનક જ ઝાડ પડવાથી પૂરો રસ્તો બંધ થયો હતો પરંતુ કોઈને કોઈ જાનહાની થઈ ન હતી જેને પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં પણ વૃક્ષ ધરાશાયી થયા હતા અને સ્કૂલની દીવાલની પારી પણ ધરાશાયી થઇ હતી. પાંડેસરામાં 108 કર્મી પર પતરું પડ્યું હતું જેમાં તેઓને ગંભીર રીતે ઘવાયા હતા. ભટાર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયાં હતા. લીંબાયત વિસ્તારમાં કાચા મકાન પર વૃક્ષ પડતા ઘરોને નુકશાન થયું છે કોઈના જાનને હાનિ પહોંચી નથી.
સુરત જિલ્લાની હાલત કફોડી : ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા અને પાણી ભરાયા.
Advertisement