Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધનામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બે નાં મોત.

Share

સુરતનાં ઉધના વિસ્તારમાં રાત્રિનાં સમયે અચાનક જ મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક પરિવારનાં ચાર લોકો કાટમાળ નીચે દબાયા હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર સુરતનાં ઉધના વિસ્તારમાં અરબ નગરમાં એક મકાનનો સ્લેબ અચાનક જ ધરાશાયી થતાં બાળકો કાટમાળ નીચે ફસાઈ જતાં મોત થયું હોવાની વિગતો સાંપડી છે. આ મકાનમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ કાટમાળમાં દટાયા પરંતુ માતા-પિતા પલંગ ઉપર સૂતેલા હોવાથી તેમનો બચાવ થયો હતો. તમામ બનાવની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કરી કાટમાળમાં દટાઈ ગયેલ લોકોને બહાર કાઢી તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બે બાળકોનું કાટમાળમાં દટાઈ જવાથી મોત થયાની વિગતો ફાયર સ્ટાફે આપી હતી.

Advertisement

Share

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા લાગુ પડતા નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના કાર્યક્રમો મોકુફ રખાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ મુર્મુનું પ્રથમ સંબોધન : ‘મારી ચૂંટણીમાં ગરીબોના આશીર્વાદ, દીકરીઓની શક્તિ અને મહિલાઓના સપના’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!