થોડા દિવસ અગાઉ કડોદરા નજીક ૧૦૦ ના દર ની ૫૧૫ નોટ સાથે ઝડપાયેલા ઈસમ ની તપાસ માં વિગતો બહાર આવી હતી .
સુરત ગ્રામ્ય એસ ઓ જી ગત ૨૪ મી ને રવિવાર ના રોજ કડોદરા ચાર રસ્તા નજીક ૧૦૦ ના દર ની ૫૧૫ ભારતીય ચલણ ની બનાવતી નોટ ઝડપી હતી . મહુવા તાલુકા ના કરચેલિયા ગામ ના રાકેશ શાહ ની ધરપકડ પણ કરાઈ હતી . અને તેની તપાસ દરમિયાન અન્ય આરોપીઓ ની વિગત બહાર આવી હતી . જેથી આજે બાતમી ને આધારે વધુ ત્રણ આરોપી ની ધરપકડ કરાઈ હતી . બારડોલી નો પંકજ મુલચંદ જૈન , જનતા નગર નો બાબુલાલ શાહ અને મઢી સુરાલી ના કોટમુંડા ગામ નો આનંદ ભુપેન્દ્ર ચૌધરી ની ધરપકડ કરાઈ હતી
આ તમામ આરોપીઓ ને પૈસા ની અછત વર્તાતા બનાવટી નોટ બનાવવા નું નક્કી કર્યું હતું . જેમાં બારડોલી નો બાબુલાલ ચાંદમલ શાહ અને કોટમુંડા ગામ નો આનંદ ભુપેન્દ્ર ચૌધરી બંને મિત્ર હોય આનંદ ના ઘરે કોમ્પ્યુટર માં કોરલડ્રો સોફ્ટવેર માં નોટો ની ડિઝાઇન બનાવી હતી . અને બનાવ્યા બાદ બાબુલાલ શાહે પંકજ જૈન અને રાકેશ શાહ ને આપી હતી . અને આ રીતે સુનિયોજિત રીતે કાવતરું રચ્યું હતું .
કુલ ૧ હજાર જેટલી નોટો છાપી હોવાનું જણાવ્યું હતું . જેમાં રાકેશ શાહ અને પંકજ જૈન એ ૫૦૦ , ૫૦૦ નોટો વેહચી લીધી હતી . અને ત્યાર બાદ બજાર માં છૂટક રીતે ઉપયોગ કરતા હતા . આ એક હજાર નોટો ૫૦ હજાર માં બાબુલાલે આપી હતી . જોકે હાલ તમામ આરોપી ૫ દિવસ ના પોલીસ રિમાન્ડ ઉપર હોય રિમાન્ડ દરમિયાન વધુ વિગતો મેળવવા માં પોલીસ તપાસ કરશે .