શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાતરે રેમડિસીવિર ઈન્જેકશનના જથ્થાની ફાળવણી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર કચેરીના નાયબ મામલતદાર, કલાર્ક સહિતના ૨૦ જેટલો સ્ટાફગણ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડિસીવર ઈન્જેકશનો સમયસર મળી રહે તે માટે સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર આજરોજ સવારથી ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓને તા.૧૨ મીએ ૨૩૭૭ તથા તા.૧૩ મીના રોજ ૨૮૦૦ મળી બે દિવસ દરમિયાન ૫૧૭૭ જેટલા ઈન્જેકશનનો ફાળવણી કરવામાં આવી હતી.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
Advertisement