Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

Share

સુરત જીલ્લાના બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી, જ્વાળા માતાજીના મંદિરે કોવીડ- 19 ની રસીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મા. મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી મૈસુરીયા સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે દરેક સમાજના લોકોને પણ રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

બારડોલી મૈસુરીયા સમાજના પ્રેસિડેન્ટ ડૉ. વિનોદ મૈસુરીયા, ટ્રસ્ટના મંત્રી ભરત મૈસુરીયા, વાઇસ પ્રેસિડેન્ટ નિકુંજ મૈસુરીયા, યોગેશ મૈસુરીયા, વિપુલ મૈસુરીયા, મૈસુરીયા સમાજના આગેવાનો, મૈસુરીયા સમાજ યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : સિંધી સમાજનાં ઝુલેલાલજીનાં પ્રાચીન મંદિરમાં ચેટીચાંદની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!