સુરત પોલીસ સ્ટેશન દ્વારા આશરે આશરે 25 થી 30 જેટલા આરોપીઓને કસ્ટડી રજુ કરવામાં આવે છે. સુરતના બહુમાળી બિલ્ડિંગમાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કની સૂચનાની ખુલ્લેઆમ ધજાગરા જોવા મળે છે.
સુરતમાં નિયમિત આરોપીઓની કસ્ટડી મામલે બહુમાળી બિલ્ડિંગમાં આરોપીઓના સગા વકીલો તેમજ આરોપીને છોડવા માટેની પ્રોસિજર માટે આવતા લોકો ખુલ્લેઆમ કોરોનાની ગાઇડલાઈન અને ગુજરાતી હાઇકોર્ટમાં નીયમને નેવે મૂકી કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કોરોનાની સરકારી ગાઈડલાઈનની કોઈ અમલવારી થતી નથી.
આગામી સમયમાં જાહેરનામા ભંગવાળા કિસ્સાઓમાં પકડાયેલી વ્યક્તિઓ ઉપર સી.આર.પી.સી કલમ 109,110,115 મુજબ ઉપજાવી કાઢેલી ફરીયાદ વાળા ચેપ્તર કેસમાં સરકાર તરફેના પોલીસ ફરિયાદી અને પોલીસ સાહેદો વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરતનાં અધિક કલેકટર ને આ તમામ મુદ્દાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.