કોરોના મહામારી અન્વયે 16 માર્ચ 2020 થી સમગ્ર ગુજરાતમાં બાળકો માટે શાળાઓ બંધ હતી. શાળાઓમાં બાળકોની હાજરીની ઉણપ આજ દિન સુધી સતતને સતત વર્તાઇ રહી છે. એક લાંબા અંતરાલ બાદ આજરોજથી શાળાનું વાતાવરણ બાળકોના કલરવથી ગુંજી ઊઠશે અને બાળકો દ્વારા ફરી એકવાર ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ આજથી થવા જઇ રહ્યો છે ત્યારે આપણે સૌ બાળકોની માનસિક પરિસ્થિતિને સમજીને બાળકોને શાળા સાથે જોડીએ. સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને બાળકોને શિક્ષણમય બનાવીએ. ફરી એકવાર શાળામાં બાળકો અને શિક્ષકો વચ્ચે તાદાત્મ્ય કેળવી શાળા પ્રત્યેની બાળકોની માનસિકતા અને શિક્ષણની જાગૃતિ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરીએ. સાથે સાથે બાળકોની માનસિકતામાં થયેલા ફેરફારને પણ શિક્ષણ દ્વારા ખાસ અર્થમાં ચેતનામય બનાવીએ. પરિસ્થિતિ સામે ગંભીરતાથી કઈ રીતે લડવું અને તેમાંથી કઈ રીતે આરોગ્યની સાચવણી કરવી તે તમામ બાબતોને આવરીને આપણે સાચા અર્થમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ભરપૂર પ્રયત્નો કરીએ. આજ દિન સુધી આપે વર્ચ્યુઅલ માધ્યમથી ખૂબ જ સુંદર કામગીરી કરેલ છે. પરંતુ હવે તે કામગીરીને નવેસરથી ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે સુપેરે પાર પાડવા માટે આપ સર્વે શિક્ષક મિત્રો સક્ષમ છો જ. શાળામા ફરી એકવાર બાળકોને આવકારવા માટે અને શાળાને ચેતનવંતી બનાવવા માટે આપ સૌ શિક્ષકોને ખુબ અભિનંદન સાથે ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ હતા.
આજથી સમગ્ર રાજયમાં 6 થી 8 નાં વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો.
Advertisement