Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : 108 નાં સ્ટાફે સરાહનીય કામગીરી કરી…જાણો વધુ.

Share

ખાનગી હોસ્પિટલમાંમાં રિપોર્ટ કરાવતા કહેવામાં આવ્યું કે તમારો બાળક પેટમાં ઊંધુ છે અને બાળકનાં ગળામાં નાળ વિતળાયેલી છે અને લોહીની બોટલ ચડાવવી પડશે તમારે સિઝર ઓપરેશન કરીને બાળકને જન્મ આપવું પડશે પણ સુરત રાંદેર 108 નાં ઇ.એ.મટી શબ્બીર બેલીમ પાઇલોટ તેજસ પટેલએ પ્રેગ્નેટ મહિલાને સુરત સિવિલ લઈ જતા રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી.

વિગતમાં સુરત 108 ઓફિસર ફયાઝ પઠાણ પાસેથી જાણવા મળ્યું છે કે ગતરોજ રાંદેર લોકેશનને ઓલપાડ તાલુકાના બલકસ ગામનું ડિલિવરીનું કેસ મળેલુ ઇ.એમ.ટી શબ્બીર બેલીમએ 23 વર્ષીય પ્રેગ્નેટ મહિલા જેમને બીજી ડિલિવરી હતી તપાસતા અને તેમના રિપોર્ટ જોતા જાણવા મળ્યું કે બેનને અસહ્ય દુઃખાવો હતો અને તેમના રિપોર્ટમાં Breech presentation with cord around the neck એટલે કે બાળક પેટમાં ઊંધુ હતું અને ગળામાં નાળ વિતળાયેલી હતી અગાઉ બેનને ડોક્ટરએ સિઝર કરીને બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી આવી ડિલિવરી નોર્મલ ના થાય.

ઇ.એમ.ટી શબ્બીરએ એમ્બ્યુલન્સમાં જરૂરી તપાસ કરી નજીકનાં CHC Olpad ખાતે લઈ ગયેલ પણ તેમને ત્યાંથી સિવિલ હોસ્પિટલ સુરત મોકલેલ અને રસ્તામાં બેનને વધારે દુઃખાવો થતાં ઇ.એમ.ટી શબ્બીર બેલીમ અને પાઇલોટ તેજસ પટેલએ પોતાની આગવી સુજબૂજથી મહામહેનતે રસ્તામાં જ ડિલિવરી કરાવી. બેનએ દીકરીને જન્મ આપ્યું અને બેનને જરૂર મુજબના ઇન્જેક્શન અને ઓક્સિજન આપી સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ. ઇ.એમ.ટી શબ્બીરએ જણાવેલ કે મારા માટે આ ડિલિવરી કરાવવી એ બહુ મોટો ચેલેન્જ હતું પણ મેં સમય સૂચકતા અને ઓર્ગનાઈઝેશન આપેલી ટ્રેનિંગથી બેનની નોર્મલ ડિલિવરી કરાવી, બાળક અને માતા બંને સ્વસ્થ છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરએ 108 ના સ્ટાફની કામગરી બિરદાવી હતી અને પરિવારએ 108 નાં સ્ટાફનું ખુશીના આંસુ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતેની કુમકુમ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂ. 4.50 લાખથી વધુ મત્તાની ચોરી કરી ફરાર…

ProudOfGujarat

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કરાઇ

ProudOfGujarat

હિંમતનગરના વડાલીમાં કોમી તોફાનો બે જૂથ વચ્ચે ધિંગાણું, પોલીસ પર પથ્થરમારો, 5 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!